એલિયન રીકવરી શાખા
જમીન મહેસુલ કાયદાની જોગવાઈઓ મુજબ અત્રેની કચેરી ધ્વારા નીચે જણાવ્યા મુજબના વસુલાત સંબંધી પગલા લેવામાં આવે છે.
- કલમ-૧૫૨ વસુલાતની માંગણા નોટીસ અને કાર્યવાહી.
- કલમ-૧૫૪ જંગમ મિલકત જપ્ત કરવાની નોટીસ અને કાર્યવાહી.
- કલમ-૧૫૫ સ્થાવર મિલકત જપ્ત કરવાની નોટીસ અને કાર્યવાહી.
- કલમ-૨૦૦ જપ્તી પ્રવેશની નોટીસ.
- કલમ-૧૬૫ જંગમમાં લીધેલ જંગમ/સ્થાવર મિલકતની જાહેર - હરાજીથી વેચાણ કરવાની કાર્યવાહી.
- કલમ-૧૫૭ બાકીદારને જેલમાં મોકલવાની કાર્યવાહી.
અત્રેની કચેરીમાં અમરેલી કોર્પોરેશન વિસ્તારના બાકીદારો પાસેથી વસૂલાતની કાર્યવાહી કરવામાં આવે છે. તાલુકાની વસૂલાત જે તે મામલતદારશ્રી/તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા કરવામાં આવે છે.
અત્રેની કચેરીમાં મામલતદારશ્રી, એલિયન રીકવરી, અમરેલી મારફતે ઉપરોક્ત કલમો હેઠળ બાકીદારોને તબક્કાવાર નોટીસો આપવામાં આવે છે. અને વસુલાત કરી જે તે રીકવરી પ્રમાણપત્ર ઇસ્યુ કરનાર ઓથોરીટીને અત્રેથી ચેક મોકલવામાં આવે છે.
અત્રેની કચેરીમાં નીચેની વિગતે રીકવરી પ્રમાણપત્રો આપતા હોય છે.
- લેબર કોર્ટ અમરેલી
- સીટી સીવીલ કોર્ટ અમરેલી
- નેશનલાઈઝ બેન્કોના પ્રમાણપત્રો
- અન્ય રાજ્યો કે જિલ્લાના પ્રમાણપત્રો (ઈતર કેસો)